· Diwali Gujarati,Diwali Gujarati sms,Diwali Gujarati wish,Diwali Gujarati 2022,Diwali Messages 2022

દિવાળી ઉત્સવ ! Diwali Festival 2022

broken image

કરીએ દિવાળી ઉત્સવ સાથે મળીને,

કરીએ આનંદ હૈયે પ્રેમ ભરીને !……..(ટેક)

ફટાકડા ફોડતા, ઝલકાવીશું તલકતારા,

રંગબે રંગી ચમકારા સંગે, આકાશે ઉડે તીરો મઝાના,

દિવાળી દિપક અજવાળે બાળ, વ્રુધ્ધો નાચે,

છે ખુશી, સૌના હૈયે વહેતા આનંદ ઝરણે !……કરીએ દિવાળી…(૧)

એક વર્ષમાં શું કર્યું એનો હિસાબ કરીએ,

શુભ કાર્યોનો સરવાળો હેતે કરીએ,

મન દુભાવે એવા કર્યોને રદ કરીએ,

જીવનનો પ્રકાશ વધારવા અંધકાર દુર કરીએ !……કરીએ દિવાળી…(૨)

કરી હતી ગરીબોને સહાય મનથી,

આપ્યો હતો શિક્ષણ- સહકાર ધનથી,

જે કર્યું તે, કર્યું પ્રભુ ઈચ્છાથી

ના કંઈ મારૂં, છે શક્ય બધું પ્રભુપ્રેરણાથી…….કરીએ દિવાળી….(૩)

છે દીકરીના લગ્ન કર્યાની ખુશી મુજ હૈયે,

છે પૌત્રી-પૌત્ર મળ્યાની ખુશી મુજ હૈયે,

જે થયું તે પ્રભુ ઈચ્છાથી જ થયું,

ના કાંઈ મેં કર્યું !……કરીએ દિવાળી…….(૪)

નવા વર્ષના સંકલ્પો કરવાનુ બાકી રહ્યું,

શુભ કાર્યો કરવા કંઈ વિચાર્યું ખરૂં ?

જે થશે તે પ્રભુ ઈચ્છાથી જ થશે,

પણ, પુરૂષાર્થ કરશો તો જ કાંઈ થશે……કરીએ દિવાળી…..(૫)

છે પ્રભુ ભક્તિ સંદેશ આ ચંદ્રવાણીમાં,

છે માનવસેવા શીખ આ ચંદ્રવાણીમાં,

અમલ કરો સેવા ભક્તિ તમ જીવનમાં,

બને ધન્ય તમ જીવન, છેઆશા એવી,ચંદ્રહૈયામાં!…….કરીએ દિવાળી…(૬)